એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને ફાર્મર આઈ. ડી. મળશે
Автор: Tarbada Jagdish Modhala
Загружено: 2024-10-20
Просмотров: 103
Описание:
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને ફાર્મર આઈ. ડી. મળશે #chhotaudepur
પી. એમ. કિસાનના લાભાર્થીઓને ૨૫ નવેમ્બર પહેલાં ફાર્મર આઈ. ડી . મેળવવા અનુરોધ.
ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશના ખેડૂતો માટે અનેક અવનવી યોજનાઓ ટેકનિકલ નાણાકીય સહાય અંતર્ગત વર્ષ ૨૦૨૪ - ૨૦૨૫ માં એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્ય માં ખેડૂતોની નોંધણી કરવામાં આવનાર છે. જેની શરુઆત ૧૫ ઓક્ટોબરથી થઈ ગઈ છે.
ભારત સરકાર પી. એમ. કિસાન યોજના આગામી ડિસેમ્બરના હપ્તા માટે આઈ. ડી. ની નોંધણી ફરજિયાત કરેલ છે. જેની નોંધણી ૨૫ નવેમ્બર પહેલાં પી. એમ. કિસાનના લાભાર્થીઓએ કરવાની થશે. વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામપંચાયતોમાં તેમજ ખેડૂતો જાતે પણ આ નોંધણી કરી શકાશે.
રાજ્ય ના તમામ ખેડૂતોએ ખેડૂત આઈ. ડી. ની નોંધણી કરવી ફરજિયાત છે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતો ને આંગળી ના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી મળશે. તમામ ખેતીવાડી અને ધિરાણ સંબધી લાભો સરળ બનશે. ફાર્મર રજિસ્ટ્રી માટે આધાર કાર્ડ, આધારથી લીંક મોબાઈલ નંબર, અને સર્વે નંબર ( ૭ / ૧૨ અને ૮ - અ નકલ ) ડોક્યુમેન્ટ જરુરી છે.
વધુ માહિતી માટે તાલુકા ના મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધિકારીશ્રી, જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રી, ગામસેવકશ્રી નો સંપર્ક કરવાનો રહેશે.
#farmarid
#chhotaudepur
#p.m.kishannalabh
#jagdishmodhalak
#chhotaudepursamachar
#naswadisamachar
#gujratinwes
વિડિયો સારો લાગે તો youtube ચેનલ સસ્ક્રાઇબ જરુરથી કરો
youtube chennal subscribe કરવા બદલ ખુબ ખુબ આભાર
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: