કપાસમાં ચુસીયા જીવાતની ઓળખ અને સંકલિત નિયંત્રણ | Identification & Control of Sucking Pest in Cotton
Автор: RFInformationServices
Загружено: 2024-07-18
Просмотров: 701
Описание:
@RFInformationServices
કપાસમાં ચુસીયા જીવાતની ઓળખ અને સંકલિત નિયંત્રણ | Identification & Integrated Control of Sucking Pest in Cotton
કપાસમાં ચુસીયા જીવાતની વાત કરીએ તો મુખ્યત્વે મોલોમશી, લીલા તડતડિયા, સફેદ માખી, થ્રિપ્સ, કપાસમાં રૂપલા, રાતાચુસીયા, મીલીબગ અને કથીરી આ બધી જીવાતો ચુસીયા પ્રકારની જીવાતોમાં સમાવેશ થાય છે. ચુસીયા પ્રકારની જીવાતોમાં નુકસાનની વાત કરીએ તો આ જીવાતો પાનની નીચેની સપાટીએ રહીને પાનમાંથી રસ ચૂસે છે તેના લીધે પાન કોકડાઈ જાય છે અને તેનાથી કપાસના પાકની વૃદ્ધિ અટકી જાય છે પરિણામે ખેડૂતોને સારું ઉત્પાદન મળતું નથી તો આ જીવાતોને ક્રિટિકલ સ્ટેજ પર નિયંત્રણમાં લેવા માટે આપણે સંકલિત નિયંત્રણ કરવું પડે જેમાં ક્લચરલ, બાયોલોજીકલ અને કેમિકેલ એટલે કે રાસાયણિક પગલાં આ બધી પદ્ધતિઓને સંકલિત નિયંત્રણ કહે છે. તો કપાસમાં ચુસીયા જીવાત ના સંકલિત નિયંત્રણની માહિતી આપું છું. ચુસીયા પ્રકારની જીવાતમાં શરૂઆતમાં તમામ પ્રકારની જીવાતો આવતી નથી. સૌ પ્રથમ કપાસમાં આપણને થ્રિપ્સ અને સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળે છે ત્યારબાદ લીલા તડતડિયા અને નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન ત્યારે કપાસમાં મોલોમશી નો ઉપદ્રવ જોવા મળે છે. આ તેનું એક સિચુએશન સ્ટેટ્સ છે. પણ જનરલી કપાસ પાકમાં વાતાવરણના ફેરફારને લીધે અમુક સમય એવો આવે છે કે કપાસ પાકમાં તમામ પ્રકારની જીવાતો આવી જાય છે. કપાસ પાકમાં મોજણી માટે એટલે કે પૂર્વાનુમાન માટે કપાસ પાકમાં પીળા ચીકણા પિંજર લગાવવાના હોય છે આ રીતે લગાવવાના હોય છે એટલે કે કપાસના છોડની ઊંચાઈ કરતા ૧ થી ૧.૫ ફૂટની ઊંચાઈએ લગાવવાના હોય છે આ પિંજર પાક લગાવવાથી આપણને ખબર પડશે કે આપણા ખેતરમાં કઈ જીવાત આવી છે એટલે કે લીલા તડતડિયા આવ્યા છે કે સફેદ માખી આવી છે કે થ્રિપ્સ આવી છે. બીજું આ સાથે આપણે પ્રકાશ પિંજર પણ લગાવી શકીએ છીએ. પ્રકાશ પિંજર એ કોઈપણ પાક માટે સરમાં સારું ઉદાહરણ છે તે ચુસીયા પ્રકારની જીવાત સાથે કોઈપણ પ્રકારની જીવાતના નિયંત્રણ માટે વાપરી શકાય છે. આ આપણે પ્રાથમિક અવસ્થાએ કરવાનું છે સાથે સાથે લીમડા આધારિત દવા જેવી કે લીમડાનું તેલ નો ઉપયોગ કરીએ તો ચુસીયા જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. ખાસ કરીને ખેતરમાં જેટલા પણ પરભક્ષી કે પરજીવી જીવડાઓ છે તેની જાળવણી કરવાની છે. આ એક અગત્યનો મુદ્દો છે. કપાસ પાકમાં લેડી બર્ડ બિત્તલ, લીલી પોપટી કે ક્રાયસોપા એ ફૂદાંઓ ઑટોમેટિક રીતે ચુસીયા જીવાતોનું નિયંત્રણ કરે છે. જૈવિક નિયંત્રણ માં બીવેરીયા બાસિયા જે પાવડર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તેનાથી સારામાં સારું નિયંત્રણ થઇ શકે છે. છેલ્લે રાસાયણિક દવાનો ઉપયોગ કરવાનો છે તો રાસાયણિક દવામાં ફોલીકમીડ, અથવા ડેલીટોફિરન અથવા ડાયફેન્ટયુરન અથવા એસીટામીપ્રીડ આમાંથી કોઈપણ એક દવાનો આપણે વારાફરતી છંટકાવ કરીએ તો ચુસીયા પ્રકારની જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. ખાસ એક તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે જયારે આપણે રાસાયણિક દવાનો સ્પ્રે કરતા હોઈએ ત્યારે કપાસમાં પાનની ઉપરની સપાટી સાથે પાનની નીચેની સપાટી ને પણ કવર કરી દઈએ તો જ આપણે ચુસીયા જીવાતોને ૧૦૦ ટકા નિયંત્રણ કરી શકીએ છીએ.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: