Manekpara Primary School Amreli

માણેકપરા પ્રાથમિક શાળા અમરેલીમાં (રાજ્ય ગુજરાત) આવેલી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આ શાળા ૧ સપ્ટેમ્બર ૧૯૯૨ થી કાર્યરત છે. હાલમાં આ શાળામાં કો-એજ્યુકેશન આધારિત ધોરણ 1 થી 8 ધોરણ છે. શાળામાં ગુજરાત સરકાર દ્વારા લેવાતી HTAT અને TET પાસ સરકારી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. બાળકોની સર્જનાત્મકતાને ઉજાગર કરવા માટે શિક્ષણની સાથે સહભ્યાસિક પ્રવૃતિઓ જેવી કે પ્રાર્થનાસભા,દિન-વિશેષ ઉજવણી, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય, ખેલ મહાકુંભ, કલાકુમ્ભ , લલિતકલા પ્રદર્શન વગેરેમાં રસપૂર્વક ભાગ લેવડાવવામાં આવે છે.દિવ્યાંગ બાળકોને પણ શિક્ષન અને સંપૂર્ણ સહાકારયુક્ત વાતાવરણ આ શાળામાં પૂરું પાડવામાં આવે છે. જેમાં ૩૬૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Manekpara Primary School is situated in Amreli, Gujarat. It's established in 1992. It's Government School under Municipality Board of Amreli. There are 1 to 8 Standard (Primary and Upper Primary) facility in School. Now 364 Students are studying in Manekpara School.