SuryaVandana

ભલે ઉગ્યા ભાણ,ભાણ તુંહારા ભામણા
જીયણ મરણ લગમાણ,રાખો કાશપ રાઉત

સામસામા ભડ આફડે,ભાંગે કેતારા ભ્રમ્મ
તણ વેળા કાશપ તણા,સૂરજ રાખજો શરમ

ભલ ઘોડા વલ વંકડા,હલ બાંધવા હથિયાર
ઝાઝી ફોજુમાં ઝીંકવુ, મરવું એક જ વાર

દુનિયા જાકારા દિયે, રાખે ન ઘરમાં રાણ
માથા સાટે મુલવે ઈ છે, આયરના એંધાણ

પ્રિય નારણભાઇને સપ્રેમ અર્પણ

જય મુરલીધર
જય સૂરજ દાદા